How to remove a big letter in blogger notable theme? | બ્લોગરની નોટેબલ થીમમાં પ્રથમ મોટો અક્ક્ષર કેવી રીતે કાઢવો?
બ્લોગરમાં નોટેબલ થીમ ખુબજ ઉપયોગી છે જે આપણને એડસેન્સ અપાવવામાં પણ મદદ કરે છે. નોટેબલ થીમ એક સારૂ ડિફોલ્ટ ટેમ્પ્લેટ છે, તથા તે રીસપ્પોન્સિવ(ઉપકરણો મુજબ ઊંચાઈ પહોળાઈ બદલાતું ) પણ છે. હવે આપણને ખબર છે કે આ થીમ નો ઉપયોગ કરવા માટે આપણે અમુક નિયમો પાળવા કરવા પડે છે જેમ કે દરેક પોસ્ટમાં એક ફોટો રાખવો પડે છે, જે આપણને બ્લોગરના હોમપેજમાં ફોરમેટીંગ થઈને દેખાડશે. તથા દરેક પોસ્ટમાં પ્રથમ લીટી થીમના કલર મુજબ દેખાય છે તથા તેનો પ્રથમ અક્ષર મોટો હોય છે. હવે ઘણી વખત આપણને આ મોટો અક્ષર ફોરમેટિંગમાં નડે છે, જેમ કે પોસ્ટમાં પ્રથમ લીટી જ ના લખાવી હોય કે પછી પ્રથમ ફોટો રાખવો હોય. તો પછી આ મોટો અક્ષર તકલીફ આપે છે ફોરમેટિંગમાં. તો ચાલો હવે હોઈએ એને કેવી રીતે કાઢવો.
બ્લોગરની નોટેબલ થીમમાં પ્રથમ મોટો અક્ષર કાઢવાના પગલાં | Steps:
1.સૌ પ્રથમ બ્લોગરના હોમપેજમાં જાઓ: blogger.com
2.હવે થીમના ઓપ્શનમાં જાઓ. નીચે ફોટામાં દેખાડ્યા મુજબ.
3.હવે customize ઉપર ક્લીક કરો.
4.હવે advanced ઉપર ક્લીક કરો.
5.હવે તેમાં એક ડ્રોપ ડાઉન મેનુ ખુલશે જેમાંથી Add CSS ઉપર ક્લીક કરો.
6.હવે તમને નીચે મુજબ એક ઇનપુટ બોક્સ દેખાશે.
7.હવે નીચેનો કોડ તેમાં પેસ્ટ કરો .
body.item-view .Blog .post-body::first-letter{
float:inherit;
font-size:inherit;
font-weight:inherit;
line-height:inherit;
margin-$endSide:inherit;
}
body.item-view .Blog .post-body::first-line{
color:inherit;
}
Comments
Post a Comment