બ્લોગર એ ગુગલ ની માલિકીની સેવા છે.જે ગુગલ એકાઉન્ટ ધારકોને મફતમાં બ્લોગિંગના સાધનો પ્રદાન કરે છે.તમે આ સેવા દ્વારા આપવામાં આવેલ ઘણા મફત નમૂનાઓ અને ડિઝાઇનનો ઉપયોગ કરી શકો છો.અથવા તમારા બ્લોગ પર અપલોડ કરવા માટે તમારા પોતાના .XML બેકઅપ બનાવી અપલોડ કરી શકો છો. આ લેખ તમને તમારા બ્લોગર બ્લોગ પર ટેમ્પલેટ કેવી રીતે ઇન્સ્ટોલ કરવું તે પગલું-દર-પગલાં શીખવશે.
બ્લોગરમાં થીમ બદલતા પહેલા કે કાંઈ પણ બદલતા પહેલા તમારા હાલના ટેમ્પ્લેટ નો બેકઅપ લઇ લેવો.
બેકઅપ કેવી રીતે લેવો તે જાણવા અહીં ક્લીક કરો.
"Aa article ma jano ke tamara blogar(blogger) blog ma thim(theme) kevi rite badalvi ke pachi template(templet) kevi rite badalvu ane teno preview kevi rite jovo"
બ્લોગરમાં થીમ / ટેમ્પ્લેટ બદલવાના પગલાં | Steps:
1.સૌ પ્રથમ blogger.com ઉપર જાઓ.
2.ત્યારબાદ થીમ(theme) ઓપ્શન સિલેક્ટ કરો.
3.અહીં તમને ઘણી બધી થીમ્સ જોવા મળશે. તેમાંથી તમને ગમતી થીમ સિલેક્ટ કરીને જોવો અને એના ઉપર માઉસ કર્સર લઇ જાઓ. તમને જોવા મળતી થીમ જેવી કે Contempo, Soho, Emporio, Notable અને Essential છે.
4.હવે તમને જે થીમ ગમે તેના ઉપર ક્લીક કરો. એટલે ત્રણ મેનુ ઓપન થશે(ખુલશે). Preview, Customize અને Apply. તેમાંથી Preview ઉપર ક્લીક કરવું જેથી તમારી થીમ કેવી દેખાશે એનો એક preview દેખાશે. આનાથી તમને તમારા બ્લોગ ઉપર થીમ કેવી દેખાશે તેનો એક અંદાજો આપશે.
5.હવે તમને ગમતી બધી થીમમાં પ્રીવ્યુ જોયા બાદ કોઈ એક થીમ ઉપર apply ઉપર ક્લીક કરો. Apply ઉપર ક્લિક કરવાથી તમારું template(ટેમ્પલેટ) કે theme(થીમ) તમારા બ્લોગ ઉપર apply(લાગુ) થઈ જશે.
6.ધ્યાન રાખવું કે Simple થીમ કે તેના નીચેની કોઈપણ થીમ વાપરવી નહી, કારણ કે તે બહુજ જુની છે અને મોબાઈલમાં સારી રીતે જોઈ શકાતી નથી. અને મોબાઇલમાં ના જોઈ શકાય એવી થીમ વાપરવાથી તમારો બ્લોગ મોબાઈલ સર્ચ માં ગુગલમાં આવશે નહિ. અને તમને ટ્રાફિક લોસ થશે જેની વિસ્તારમાં માહિતી આપણે બીજી કોઈક પોસ્ટ માં આપીશુ.
Comments
Post a Comment